- 01 Aug, 2026
- 14
રામ મંદિર ચઢાવાની ચોરી બાદ બે મહિના પછી ચંપત રાય દેખાયા, કહ્યું – અંતિમ શ્વાસ સુધી અયોધ્યામાં જ રહીશ
રામ મંદિરના ચઢાવાની કથિત ચોરીના કેસ બાદ લગભગ બે મહિના પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અયોધ્યામાં જાહેરમાં જોવા મળ્યા. મીડિયા દ્વારા કેસ અંગે પ્રશ્નો પૂછવામાં આવતા તેમણે કેમેરા બંધ કરવાનો ઈશારો કર્યો હોવાનું જણાવવામાં આવે છે અને આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી હતી.
ટૂંકી વાતચીત દરમિયાન ચંપત રાયે કહ્યું કે તેઓ જીવનભર અયોધ્યામાં જ રહેશે અને "અંતિમ શ્વાસ સુધી અયોધ્યામાં જ રહીશ." તેમના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ, ચઢાવાની કથિત ચોરીના કેસમાં સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ છે.











