દેશના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે.

આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય ત્રણ સમાન હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાય ખેતીના ખર્ચ અને અન્ય કૃષિ સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ બને છે.

સરકારના જણાવ્યા અનુસાર, યોજનાના વિસ્તરણથી ખેડૂતોને સતત આવક આધાર મળશે અને કૃષિ ક્ષેત્રને વધુ મજબૂતી મળશે. PM-KISAN કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ ખેડૂત કલ્યાણ યોજનાઓમાંની એક છે અને તેનો લાભ દેશભરના કરોડો ખેડૂતો લઈ રહ્યા છે.

Share :

સંબંધિત સમાચાર