Vadodaraનું આ રેલવે મ્યુઝિયમ જોવા જેવું, રેલવેની વિરાસત હજી પણ સચવાયેલી છે
પ્રથમ નેરોગેજ લાઈન
હાલ વેકેશન શરુ થયું છે અને આજે વર્લ્ડ હેરિટેજ ડે ની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત આજ રોજ વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે, વડોદરાના પ્રતાપનગર ખાતે સ્થિત રેલવે હેરિટેજ મ્યુઝિયમ, રોલિંગ સ્ટોક પાર્ક અને હેરિટેજ પાર્ક નિહાળવા મુલાકાતીઓ નો ધસારો જોવા મળ્યો હતો.ભારતના વિવિધ ભૂતપૂર્વ શાસનોમાં વડોદરા રેલવે નિર્માણમાં અગ્રણી હતી.આ શાસનો પૈકી ગાયકવાડ શાસનમાં બરોડા સ્ટેટ રેલવે દ્વારા 1873 માં મિયાગામ - કરજણથી ડભોઈ સુધી દેશમાં પ્રથમવાર કોઈ શાસનમાં નેરોગેજ રેલવે લાઈન નાખવામાં આવી.
Also Read
- Vadodaraમાં કોંગ્રેસના વિરોધ દરમિયાન પૂતળું સમજીને ભાજપના જ પ્રમુખ સાથે થયો ટપલીદાવ
- Vadodara: સરકારી કચેરી કુબેર ભવનની અગાસીમાં પડેલા કચરામાં આગ લાગી
- Vadodara: બે પોલીસ મથકો ફેબ્રિકેટર કન્ટેનરમાં ચાલે છે,આરોપીને ક્યાં રાખવા એક સવાલ
આ નેરોગેજ લાઈન કે જે 20 કિમી લાંબી હતી
8 એપ્રિલ 1873 માં ટ્રેન ને પરિવહન માટે શરૂ કરવામાં આવી.બીજી 10 મિલ લાંબી લાઈન ચાંદોદ થી ડભોઇ સુધી નાખવામાં આવી. 1880 થી 1930 સુધી ગાયકવાડી શાસન ને મોટા શહેરો થી જોડવા માટે નેરોગેજ અને મીટરગેજની અન્ય લાઈન નાખવામાં આવી.1949માં સ્થાનિક રાજ્યોના વિલિનીકરણ અંતર્ગત ઘણા રિયાસતોની રેલવે સાથે ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે પણ ભારત સરકાર ના નિયંત્રણ માં આવી ગઇ. જેને ભૂતપૂર્વ બી. બી. એન્ડ સી આઈ રેલવે અને બાદ માં 1951 માં પશ્ચિમ રેલવે માં ભેળવી દેવામાં આવ્યું.