તાજા સમાચાર

એરપોર્ટ એડવાઈઝરી કમીટીની બેઠક

વડોદરા એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. એરક્રાફ્ટના અભાવે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ શકી નથી એવી ચર્ચાઓ કરાઈ હતી. વડોદરામાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા માટે એરપોર્ટ એડવાઈઝરી કમીટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ હેમાંગ જોશી સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં વિમાની કંપનીઓ સાથે ચર્ચાઓ કરાઈ હતી.

 

ADVERTISEMENT

Company logoVidCrunch

 

00:00/01:59

વધુ એરલાઈન કંપનીઓ જોડાય તેવા પ્રયત્નો

વડોદરામાં સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં મળેલી એરપોર્ટ એડવાઈઝરી કમિટીની બેઠકમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા માટે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં વડોદરામાં એરક્રાફ્ટનો અભાવ હોવાથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ શકી નથી એવી ચર્ચાઓ કરાઈ હતી. તે ઉપરાંત આ બેઠકમાં ડોમેસ્ટીક ફ્લાઈટ શરૂ કરવા માટે પણ ચર્ચાઓ કરાઈ હતી. સાંસદે ફ્લાઈટની સેવા શરૂ કરવા વધુ એરલાઈન કંપનીઓ જોડાય તેવા પ્રયત્નો કરવા તાકિદ કરી હતી.

Also Read

એક વર્ષમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરે તેવી આશા

સાંસદે કહ્યું હતું કે, એરપોર્ટના રન-વેના જમીન સંપાદનનું કામ શરુ કરાશે. તે ઉપરાંત એરપોર્ટનું નામ બદલવા માટે સરકારમાં પ્રસ્તાવ રજૂ કરાશે. સર સયાજીરાવ ગાયકવાડ નામ રાખવા પ્રસ્તાવ રજૂ કરાશે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે વડોદરા એરપોર્ટ સજ્જ છે.સરકારી તમામ એજન્સીઓ,એરલાઈન્સના અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચાઓ કરવામાં આવી છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. એક વર્ષમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરે તેવી આશા છે.

ઈન્ડિગો અને એર ઇન્ડિયા સાથે ગહન ચર્ચા થઈ

તેમણે વધુમાં કહ્યું હતું કે, ઈન્ડિગો અને એર ઇન્ડિયા સાથે ગહન ચર્ચા થઈ છે.બંને એરલાઈન કંપની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તે માટે પ્રયત્ન કરશે.ડોમેસ્ટિક ફ્લાઇટની ફ્રિકવન્સી વધારવા પ્રયાસ કરાઈ રહ્યા છે.વધુ એરલાઇન કંપની વડોદરા સાથે જોડાય તેવા પ્રયત્નો ચાલુ છે.ઇન્ટરનેશનલ ફ્લાઇટના રન વે ના જમીન સંપાદનનું કામ હાથ પર લેવાના છીએ. એર ઈન્ડિયા દ્વારા વધુ વિમાનો ખરીદવામાં આવનાર છે.એરલાઈન્સના આંતરિક પ્રશ્નોને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં વિલંબ થઈ રહ્યો છે.

Share :

સંબંધિત સમાચાર