તાજા સમાચાર

ખેડૂતોમાં ઉમંગ અને ઉત્સાહ

આજના શુભ દિવસે અરવલ્લીમાં અત્ર..તત્ર..સર્વત્ર.. ખેડૂતો ભાઈઓ ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો. ખેડૂતોએ આજે અખાત્રીજના દિવસે પોતાના ખેતી ઓજારો, હળ તૈયાર કરી બળદોના શિગડા રંગી નવા પોષાક પહેરી ખેતરે સાગમટે હળ જોડીને જઈને ખેતીનું મુહુર્ત કર્યું હતું .દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને જિલ્લાના ઈસરોલ પંથકના સૌ ભૂમિપુત્રો એકસાથે જ હળ જોડીને ગામ નાજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડ કરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત સાગમટે કર્યું હતું.

Also Read

ભૂમિપુત્રોએ એકસાથે કર્યું પૂજન

ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેકટર હોય પણ ખેડૂતો આજે પણ હળોતરા તો બળદ થકી જ હળ જોડીને જ કરતા હોય છે. આજે દરેક ગામના ખેડૂતો સાગમટે નીકળીને ખેતરમાં હળ જોતરીને ગયા હતા અને ગામના કોઈપણ મોટા ખેતરમાં જઈને હળથી ચાસ પાડી ખેતર ખેડ્યાં હતા અને નવા વર્ષની ખેતીનું મુહુર્ત કર્યું હતું. ભૂમિપુત્રોએ નવા પોષાક પહેરી અને બળદોને સજાવીને અને લાકડાના હળને કુમકુમ તિલક કરી..બળદના શિગડા રમજીના રંગથી રંગીને..મો મીઠું કરી તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એક સાથે ઘરેથી નીકળી ખેતરે ગયા હતા જ્યાં બધા જ એક સાથે હળ ચલાવી ખેતર ખેડી ખેતરમાં સાત ધાન્ય ઘઉં મકાઈ બાજરી મઠ મગ નું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો.

Share :

સંબંધિત સમાચાર