તાજા સમાચાર

200ની નોટ લેતા જ વેપારી બેભાન થઈ ગયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે અરવલ્લીના મોડાસામાં ખમણનો વેપાર કરતાં એક વેપારીને લૂંટી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. કારમાં આવેલા એક ગઠિયાએ ખમણ ખરીદવા માટે વેપારીને 200 રૂપિયાની નોટ આપી હતી. આ નોટ લેતાની સાથે જ વેપારી બેભાન થઈ ગયા હતાં. વેપારી બેભાન થઈ ગયા બાદ ગઠિયાએ દુકાનમાંથી પાંચ હજાર રૂપિયા રોકડાની લૂંટ કરી હતી. વેપારી 10 મિનિટ બાદ ભાનમાં આવતાં જ દુકાનમાં લૂંટ થઈ હોવાની જાણ થઈ હતી.

Also Read

દુકાનમાંથી રોકડા રૂપિયા લઈને ફરાર થઈ

મોડાસામાં કારમાં આવેલા ગઠિયાએ લૂંટ કરવા માટે ખાસ ટ્રીક અપનાવી હતી. ખમણના નાના વેપારીને લૂંટી લેવા માટે ગઠિયો કાળા કલરની કારમાં આવ્યો હતો. જેથી વેપારી કે આસપાસના લોકોને કોઈ પણ પ્રકારની શંકા ના જાય. આ ગઠિયાએ અજમાવેલી ટ્રીકમાં વેપારી ફસાઈ ગયા હતાં. 200ની નોટ હાથમાં લેતા જ તેઓ બેભાન થઈ ગયા હતાં અને ગઠિયો દુકાનમાંથી રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. ભાનમાં આવ્યા બાદ વેપારીએ મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

સંબંધિત સમાચાર