- 26 Apr, 2025
- 13
ndia pakistanના તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટુ નિવેદન, આ દેશને આપ્યુ સમર્થન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે કડક રાજદ્વારી પ્રતિક્રિયા આપી છે, તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેને ખરાબ હુમલો ગણાવ્યો છે. તેમણે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરી છે. એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતી વખતે, ટ્રમ્પે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું.
ભારત-પાકિસ્તાન સંબંધો અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું ભારત અને પાકિસ્તાનની ખૂબ નજીક છું. કાશ્મીરમાં આ સંઘર્ષ હજારો વર્ષોથી ચાલી રહ્યો છે અને ગઈકાલનો હુમલો ખૂબ જ ખરાબ હતો. તેમણે કહ્યું કે કાશ્મીર ક્ષેત્રમાં તણાવ લગભગ 1,500 વર્ષથી અસ્તિત્વમાં છે, અને તેઓ બંને દેશોના નેતાઓને વ્યક્તિગત રીતે જાણે છે. ટ્રમ્પને આશા છે કે ભારત અને પાકિસ્તાન પોતાની રીતે પરિસ્થિતિનો ઉકેલ લાવશે, જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે તે કાયમી સંઘર્ષનું ક્ષેત્ર બની ગયું છે.