Pahalgam હુમલાનો મુખ્ય આરોપી 'મુસા' કોણ છે? જેના ઈશારે 26 હત્યાઓ કરાઈ
સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાશિમ મુસા દક્ષિણ કાશ્મીરના જંગલોમાં ક્યાંક છુપાયેલો છે. એજન્સીઓને ડર છે કે તે પાકિસ્તાન ભાગી શકે છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે મુસા વિશે માહિતી આપનારાઓને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. તેને જીવતો પકડવા માટે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે.
હાશિમ મુસા કોણ છે?
Also Read
Jammu Kashmir Terror Attack: પાકિસ્તાનમાં યાત્રાએ ગયેલા 37 ગુજરાતીઓને પરત ફરવા આદેશ
jammu kashmir: બે વખત હાથમાં આવતા રહી ગયા પહેલગામ હુમલાના આતંકીઓ
Jammu Kashmir Attack: પાકિસ્તાનના પાયાવિહોણા આરોપો, દેશમાં પુરની સ્થિતિ માટે ભારત જવાબદાર...!
મુસા અગાઉ પાકિસ્તાનના અર્ધલશ્કરી દળમાં સામેલ હતો. બાદમાં તેને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યો. આ પછી તે ભારતમાં પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબામાં જોડાયો.ભારતીય સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે મુસા પાકિસ્તાની સેનાના કહેવા પર લશ્કરમાં જોડાયો હતો. ફક્ત દેખાડા માટે તેમને SSGમાંથી દૂર કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે તે સપ્ટેમ્બર 2023 માં સરહદ પાર કરીને ભારત આવ્યો હતો. તે કાશ્મીરના બડગામ જિલ્લામાં સક્રિય હતો. તેમને કાશ્મીરમાં લશ્કર સંગઠનને મજબૂત બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
મુસા એક પ્રશિક્ષિત પેરા કમાન્ડો છે. આવા તાલીમ પામેલા કમાન્ડો અતિ આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં નિષ્ણાત હોય છે. બિનપરંપરાગત યુદ્ધ કામગીરી કરવા ઉપરાંત, મુસાને ગુપ્તચર મિશન ચલાવવામાં પણ નિષ્ણાત માનવામાં આવે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસા વિશે આ માહિતી પહેલગામ હુમલા બાદ અટકાયતમાં લેવામાં આવેલા અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરાયેલા 14 લોકોએ આપી છે. આ લોકો પહેલગામ હુમલામાં સામેલ હોવાની શંકા છે.આ લોકો પર પાકિસ્તાની આતંકવાદીઓને જરૂરી વસ્તુઓ પૂરી પાડવાનો અને ઘટના સ્થળની રેકી કરવાનો આરોપ છે.








