ઉત્તર પ્રદેશના આઝમગઢના શંભૂપુર ગામમાં ઘરમાં પૂજા દરમિયાન ચોંકાવનારી ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. ઘરમાં પૂજા કરાવવા માટે આવેલા બે પંડિતો અને આરોપીની પત્નીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે કેસની તપાસ શરૂ કરી છે અને હત્યા પાછળનું કારણ જાણવા માટે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, પૂજા દરમિયાન કોઈ બાબતને લઈને વિવાદ થયો હતો, ત્યારબાદ ફાયરિંગની ઘટના બની હતી.

Share :

સંબંધિત સમાચાર