જયપુર નગર નિગમની મેયર ચૂંટણીમાં ભાજપના સુનીલ કોઠારીએ 89 મત મેળવી જીત નોંધાવી. કોંગ્રેસના ઉમેદવાર સુનીતા માવરને 60 મત મળ્યા, જ્યારે એક મત NOTAમાં ગયો. આ સાથે કોઠારી 29 મતના અંતરથી જયપુરના નવા મેયર બન્યા. જીત બાદ તેમણે જયપુરના વિકાસ અને સ્વચ્છતા પર ધ્યાન આપવાની સાથે તમામ કાઉન્સિલરો અને વિપક્ષના સહયોગ તથા સૂચનો સાથે કામ કરવાની વાત કરી.

Share :

સંબંધિત સમાચાર