RCB vs PBKS : પંજાબ જીત્યુ ટોસ, બોલિંગ કરવાનો લીધો નિર્ણય
આઈપીએલની ૩૪મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. વરસાદને કારણે ટોસ અઢી કલાક મોડાથી રાત્રે 9-30 વાગ્યા સુધી શરૂ થયો. પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચનો પહેલો બોલ રાત્રે 9-45વાગ્યે ફેંકાશે. આ મેચમાં બેટિંગ પાવરપ્લે 4 ઓવરનો રહેશે.
બોલિંગના નિયમોની વાત કરીએ તો, ચાર બોલરો ત્રણ-ત્રણ ઓવર ફેંકશે અને બાકીની બે ઓવર બીજો બોલર ફેંકશે. મેચનો પહેલો દાવ 10-45 વાગ્યે પૂરો થશે અને બીજો દાવ ૧૦:૫૫ વાગ્યે શરૂ થશે. પંજાબ કિંગ્સ પ્લેઇંગ 11- શ્રેયસ ઐયર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, માર્કો જેન્સન, અર્શદીપ સિંહ, ઝેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ.