તાજા સમાચાર

જેને લઈને લોકોની લાંબી લાઈનો લાગી હતી. નાના બાળકો અને મોટેરાઓમાં સ્વીમીંગ શીખવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. એક વ્યકતિને બે ફોર્મ આપવા આવ્યા હતા. આગામી 15 એપ્રિલથી સ્વીમીંગ પુલ શરૂ થશે. પાટણ શહેરમાં આવેલ સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત હસ્તકના પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ગુરુવારે સ્વીમીંગ પુલમાં સ્વિમિંગ શીખવા માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ સ્વીમીંગ રસિકો અને સ્વીમીંગ શીખનાર લોકોની ફોર્મ લેવા લાઈન લાગી હતી અને લાઈનમાં ઉભા રહેલા લોકોને વારાફ્રથી ફોર્મ આપવામાં આવ્યા હતા. સ્વીમીંગ રસિકોમાં સ્વીમીંગ શીખવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે સવારે 11 વાગ્યાથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. એક વ્યક્તિને બે ફોર્મ વિતરણ કરવામસ આવ્યા હતા. એકજ દિવસમાં એક હજાર ફોર્મ વિતરણ થયા હતા.

આગામી તા. 7-4 -25થી ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે. તા.15-4-2025ના રોજ સ્વિમિંગ પુલ શરૂ થશે. જેમાં ફોર્મફી રૂ.50 અને ચાર મહિનાના પાસના રૂ .2500 ફી રાખવામાં આવી છે.

Share :

સંબંધિત સમાચાર