- 08 Oct, 2026
- 22
જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું સતત ત્રીજા દિવસે પ્રદર્શન: રાહુલ-પ્રિયંકાએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી; ખડગેએ કહ્યું- મત આપવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે
vvમુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું પ્રદર્શન સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં INDIA બ્લોકના નેતાઓ અને સાંસદો કનોટ પ્લેસથી રાજઘાટ પહોંચ્યા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને શાંતિપૂર્ણ વિરોધ કર્યો. વિપક્ષે મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અને સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઈને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ફરી ઉઠાવી. ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર લોકો પાસેથી મત આપવાનો અધિકાર છીનવી રહી છે, જ્યારે સરકાર અને ચૂંટણી પંચે વિપક્ષના આરોપોને ફગાવ્યા છે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું પ્રદર્શન સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં INDIA બ્લોકના નેતાઓ અને સાંસદો કનોટ પ્લેસથી રાજઘાટ પહોંચ્યા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને શાંતિપૂર્ણ વિરોધ કર્યો. વિપક્ષે મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અને સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઈને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ફરી ઉઠાવી. ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર લોકો પાસેથી મત આપવાનો અધિકાર છીનવી રહી છે, જ્યારે સરકાર અને ચૂંટણી પંચે વિપક્ષના આરોપોને ફગાવ્યા છે.











