- 02 Oct, 2026
- 36
ઈરાનના ખતરાને પગલે અમેરિકાએ બ્રિટનમાંથી 12 બોમ્બર્સ હટાવ્યા: RAF Fairfordથી B-1 વિમાનો પરત મોકલાયા; હુમલાની આશંકા
ઈરાન તરફથી સંભવિત ડ્રોન હુમલાના ખતરા વચ્ચે અમેરિકાએ બ્રિટનના RAF Fairford એરબેઝ પરથી પોતાના તમામ 12 B-1 બોમ્બર્સ પરત અમેરિકામાં મોકલી દીધા છે. આ એરબેઝનો ઉપયોગ અગાઉ ઈરાન સામેના અમેરિકન સૈન્ય અભિયાનો માટે કરવામાં આવ્યો હતો. બ્રિટિશ અધિકારીઓએ આ ઘટનામાં ઈરાનની સંભવિત સંડોવણીના સંકેતો આપ્યા છે, જોકે ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા છે. આ ઘટનાને પગલે એરબેઝ અને ત્યાં તૈનાત અમેરિકન સૈનિકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધી છે.











