તાજા સમાચાર

ઇટાલીની સંસદે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા ચૂંટણી કાયદાને મંજૂરી આપી છે. નવા કાયદા હેઠળ 42%થી વધુ મત મેળવનાર ગઠબંધનને વધારાની સીટો આપવાની જોગવાઈ છે. આ અંતર્ગત ચેમ્બર ઓફ ડેપ્યુટીઝમાં 70 અને સેનેટમાં 35 સુધી વધારાની સીટ મળી શકે છે. મેલોનીએ કાયદો પસાર નહીં થાય તો રાજીનામું આપવાની ચેતવણી આપી હતી. વિપક્ષે આ વ્યવસ્થાનો વિરોધ કરતાં કહ્યું છે કે તે મતની ટકાવારી અને સંસદમાં મળતી બેઠકો વચ્ચે અસંતુલન ઊભું કરી શકે છે.

Share :

સંબંધિત સમાચાર