Business: છેલ્લા સેશનમાં રૂ.50 કરોડની લેવાલી સાથે FII એપ્રિલમાં રૂ.2.735કરોડની નેટ બાયર્સ
બીજી તરફ ડીઆઇઆઇએ પણ રૂ. 1,792 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે એપ્રિલ મહિનામાં એફઆઇઆઇએ કરેલી નેટ લેવાલીનો આંકડો રૂ. 2,735 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇએ કરેલી નેટ લેવાલીનો આંકડો રૂ. 28,288 કરોડ થાય છે. વધુમાં છેલ્લા અગિયાર ટ્રેડિંગ સેસનમાં એફઆઇઆઇએ કરેલી નેટ લેવાલીનો આંકડો રૂ. 37,371 કરોડ થાય છે જે ડીઆઇઆઇએ સંપૂર્ણ મહિનામાં કરેલી રૂ. 28,288 કરોડની નેટ લેવાલી કરતા વધી જાય છે. એફઆઇઆઇએ 15 એપ્રિલથી નેટ લેવાલી કરવાનું શરૂ કર્યું હતું જે 30મી એપ્રિલ સુધી જાળવી રાખ્યું હતું. અગાઉ માર્ચ મહિનામાં પણ છેલ્લા સાત સેશનમાં આ જ પ્રકારે નેટ લેવાલી કરીને એફઆઇઆઇ આ મહિનામાં રૂ. 2,104 કરોડની નેટ બાયર્સ રહી હતી.









