- 05 Aug, 2026
- 41
બ્રેટ લીએ પ્રિટી ઝિન્ટા સાથેના સંબંધોની અફવાઓ નકારી
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટ લીએ વર્ષોથી ચાલી રહેલી પ્રિટી ઝિન્ટા સાથેની સંબંધોની અફવાઓ પર આખરે મૌન તોડ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બંને વચ્ચે ક્યારેય પ્રેમ સંબંધ નહોતો અને તેઓ માત્ર સારા મિત્રો હતા. બ્રેટ લીએ જણાવ્યું કે આવી અફવાઓથી તેમને ક્યારેય કોઈ અસર થઈ નહોતી કારણ કે તેઓ હંમેશા સત્ય જાણતા હતા.
આ ચર્ચાઓ ત્યારે શરૂ થઈ હતી જ્યારે બ્રેટ લી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ ટીમ માટે રમતા હતા અને પ્રિટી ઝિન્ટા ટીમની સહ માલિક હતી. બંનેને અનેક પ્રસંગોએ સાથે જોવામાં આવતા વિવિધ પ્રકારની અટકળો શરૂ થઈ હતી પરંતુ બંનેમાંથી કોઈએ પણ સંબંધોની પુષ્ટિ કરી નહોતી. બ્રેટ લીએ હવે ફરી સ્પષ્ટ કર્યું છે કે તેઓ આજે પણ સારા મિત્રો છે અને એકબીજાનો ખૂબ આદર કરે છે.
બ્રેટ લીએ પ્રિટી ઝિન્ટાની બુદ્ધિમત્તા અને વ્યવસાયિકતા અંગે પણ પ્રશંસા કરી હતી. તેમના આ નિવેદન પછી વર્ષોથી ચાલી રહેલી ડેટિંગની અટકળો પર ફરી એકવાર પૂર્ણવિરામ લાગી ગયું છે.











